STORYMIRROR

Rohini " Raahi " Parmar

Inspirational Others

4  

Rohini " Raahi " Parmar

Inspirational Others

સંભારજે

સંભારજે

1 min
255

આ દુનિયાનો ખેલ છે, ધ્યાનથી નિહાળજે,

ઘણાં ધિક્કારશે તને, પણ તું સ્વીકારજે.


ક્યારેક પોતાના પારકા ને પારકા પોતાના થશે,

બધા સગપણ સ્થિર નથી, આત્માથી વિચારજે.


આફતો તો આપણને શોધીને ઘેરી વળશે,

પણ હર સંકટમાં ખુદને અડગ બનાવજે.


અરે..! કહેવું શું એ રૂપના નજારાઓ વિશે,

બસ માત્ર પ્રેમથી સર્વેઅંતરને સંવારજે.


કંટકની કેડી પર કંટકો તું ના લે તો કંઈ નહીં,

પણ કોઈ ત્યાંથી ચાલીને આવે તો જરા પંપાળજે.


જોયા છે લોકોને રોજનીશીમાં બંધાયેલા,

છતાં વિશ્વમાં તું આઝાદ પંખી બની વિહારજે,


લોકો તો અતીતથી છૂટીને ભાવિમાં બંધાશે,

પણ 'રાહી' તું ભૂલનારને પણ સંભારજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational