STORYMIRROR

Rohini " Raahi " Parmar

Others

4  

Rohini " Raahi " Parmar

Others

સાબદા

સાબદા

1 min
210

શબ્દોને તોડું મરોડું છતાં નામ તારું જ હૈયે સદા,

કનૈયા ! કેમ કરી ભૂલું તને, રાખું મુજ હૈયે સદા.


એક તારી ધૂનમાં ભૂલી બેઠી હું ભાન,

ના કશી ચિંતા મને, છો ને આવે વિપદા.


નથી જોઈતી કોઈ ધનદોલત મને અહીં,

પરિવાર તણી તારી સોગાત જ ખરી સંપદા.


નથી જોઈ કોઈ સરહદ તારા પ્રેમની,

તુજ પ્રીત સામે કરી રહી હું સજદા.


મક્કમ બની હું પથ્થરો કાપી ઝરણું બનું,

દુઃખોને કહી દીધું છે ભલે થજો સાબદા.


મઝધાર ભલે ને હો, 'રાહી' તુફાનોથી કેમ ડરે ?

કિનારો મળી જશે ને તુફાન ભાંગી પડશે બધા.


Rate this content
Log in