મળે
મળે
પૂછું તો કાળો ઉનાળો રડે,
ને જોવું તો ઉપરથી તડકો પડે,
કાલ રાતના ભાગ્ય મારા ઉઘડ્યા,
આમ અમસ્થા કૈંક જોઉં ને કૈંક મળે,
બેઠો છું હું અહીં સવારનો રાહે,
એ અહીં નિકળે ને ત્યાં લોકો નડે,
આકાશે જોવું તો ઉપરી આભ પડે,
નિરાંતે મળે જો મને તો કૈંક મન ફળે,
આવે છે થોડીઘણી નીંદર મને હવે,
કૈંક જગા સુવા મળે તો મેળ પડે,
અહીં વાગ્યા છે કેટલાક કંટકો મને,
ચાલુ જો હું ઉઘાડા પગે તો કંટક ડંખે,
સમય હોય તો થોડો જોઈ લ્યો,
મન મળે એકબીજાના તો મન મળે.

