STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

નકશા પરમ મૈખાનાનાં

નકશા પરમ મૈખાનાનાં

1 min
212

તારા ગાલના ખંજનમાં સાત સાત સમંદરના જળ જોયા,

ને પછી ડૂબવાનું મન થાય એવા વહાલપના વમળ જોયા !


કોરા કોરા અહેસાસના દિલ દ્વારે દસ્તક દીધી તમે,

ને આયનામાં ખુશીથી છલકતા અમારા નેત્ર સજળ જોયા !


એક ભીનું રણ ખાલીપાનું વિસ્તરતું રોજ રોજ મુજ મહી,

એક સ્નેહ સભર નજર પાછળ દોડતા ઊર્મિના હરણ જોયા !


હવા જેવી ચંચળતા કેમ કરી બાંધવી મારે આ મુઠ્ઠીમાં,

પકડવાના હર પ્રયત્નમાં વિખરાતા સમીરના સળ જોયા !


પ્રીતની મર્યાદાની પાળો બંધાઈ ને રચાયું સ્નેહ સરોવર,

ને આંખોમાં આપની અમે નિખાલસતાના ખીલતા કમળ જોયા !


તારી આંખોમાં નકશા ચમકે મારા 'પરમ' મયખાનાનાં  

'પાગલ' થઈને નાચી શકું ઝૂમીને એવા રસ્તા સરળ જોયા !


Rate this content
Log in

Similar gujarati poem from Romance