પ્રિયતમાને
પ્રિયતમાને
વાત કર્યા વિના ચાલશે પણ જોતી રે'જે
શરમાઈશ એ ચાલશે પણ હસતી રે'જે,
રૂબરૂ નહીં તો કોઈ મારા ઓળખીતાને
વાયાવાયા મારી ખબર પૂછતી રે'જે,
કેમ ધડકતું હતું આપણું દિલ પછી કહીશું
છાનું છાનું આ દિલ તું ધડકાવતી રે'જે,
હું રોજ તારા ઘર આગળથી નીકળીશ
તું ઘરના દરવાજા ઓથેથી જોતી રે'જે,
રોજ નવા નવા શણગાર હું જોતો રહીશ
ચૂંદડી, કાજળ ને વેણીથી તું સજતી રે'જે,
રૂબરૂ આવી વાત ના કરે તો કાંઈ નહીં
સખીઓ સંગ સંદેશા તો મોકલાવતી રે'જે,
આજ નહીં તો કાલ મળીશું એ નક્કી છે
આવા ને આવા અનરાધાર હેતથી ચાહતી રે'જે,
તારા જોબનની આ મોસમમાં ભીંજાવા દે'જે
હૈયું પ્રેમથી છલોછલ લથબથ કરતી રે'જે,
તમારા વિના બેસૂરા આ દિલના તારને
હળવેકથી સ્પર્શીને સૂરતા રેલાવી દે'જે !

