Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ranjana Bhagat

Romance

3  

Ranjana Bhagat

Romance

હું ને તારી યાદ

હું ને તારી યાદ

1 min
252


સલૂણી સંધ્યાને ઢળતાં લાગી વાર

ગુલાબી આકાશને પેલે પાર,

હું ને તારી યાદ, યાર ! હું ને તારી યાદ.


મારી રાતી મહેંદીના રંગમાં

ને મારી કાજળનો શણગાર,

હું ને તારી યાદ, યાર ! હું ને તારી યાદ.


મારી પાયલનાં મીઠા સાદમાં

ને મારા કંગનનો રણકાર,

હું ને તારી યાદ, યાર ! હું ને તારી યાદ.


મારા રેશમી પાલવના બૂટ્ટામાં

ને મારા કંઠનો કંચનહાર,

હું ને તારી યાદ, યાર ! હું ને તારી યાદ.


ગુલાબી આકાશને પેલે પાર

સલૂણી સંધ્યાને જોને ઢળતાં લાગી વાર, યાર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance