STORYMIRROR

Ranjana Solanki Bhagat

Abstract

4  

Ranjana Solanki Bhagat

Abstract

જોઈ તને

જોઈ તને

1 min
421

તું ખીલતું ફૂલ મુજ બાગનું,

હાસ્ય આવે મારા હોઠે જોઈ તને,


તું સાગરની લહેરો ઊંચી ઊંચી,

કિનારે ઊભી હું ભીંજાઉ જોઈ તને,


તું વહેલી સવારનો ઊગતો સૂરજ,

ઉજાસ ફેલાતો મારા ચહેરે જોઈ તને,


તું આકાશે ઊડતો પરિન્દો મજાનો,

અડતો આભને, ખુશ થાતી હું જોઈ તને,


તું ટહુકતો મોરલો મારા ઉપવનનો,

નાચી ઊઠતો મુજ મન - મોરલો જોઈ તને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract