શિયાળો
શિયાળો
આ શિયાળાએ તો ગજબ ઠરાવ્યા છે
બારણાં બંધ કરી ઘરમાં બેસાડ્યા છે,
પાડોશીઓથી જાણે અબોલા કરાવ્યા છે
બારણું ખોલતાં જ પવનના સુસવાટા આવ્યા છે,
કોઈએ જાણે ધક્કો મારી દરવાજા વસાવ્યા છે
ગરમ ચાનાં ઘુંટડા પણ ટાઢા બોર લાગ્યા છે,
રાબ, પેદ, વસાણાં ને મેથીપાક ખવડાવ્યા છે
રજાઈ, કામળા, સ્વેટર ને ટોપી પહેરાવ્યા છે
આ શિયાળાએ તો બાપુ ગજબ ઠરાવ્યા છે.
