મીઠાં આંસુ
મીઠાં આંસુ
આ શ્રાવણમાં વરસાદ આવે ન આવે
આંખો અમારી વરસતી રહેશે,
તું પાસ હો કે દૂર, આંસુ વરસે જરૂર.
મોર નાચે ને ચાતક ગીત ગાતાં
હું ગાવું કેમ ગીત વિરહનાં.
તું આવે જો બની બેશરમ
તો હું પણ તોડુ લાજ - શરમ.
શ્રાવણ બને જો ભાદરવો
તો મીઠાં બને આજ આંસુ !
