STORYMIRROR

Ranjana Solanki Bhagat

Tragedy

4  

Ranjana Solanki Bhagat

Tragedy

એ વાતનું દુઃખ

એ વાતનું દુઃખ

1 min
507

શું કરું, દિલની વાત તને ! 

તું નાનપણથી જાણે છે મને,


સઘળી સખીઓ સાથે રહીને,

તારી આંખોની સામે તને,


નિરખતી મારી આંખો જ તને,

કહું ? ના કહું, શું કહું તને ?


યુવાન થતું હૈયું મને

કહેતું કે હવે કહીં દઉં તને,


ના કહ્યું તેં પણ કાંઈ મને,

ના કહ્યું મેં પણ કાંઈ તને,


આજ વર્ષો પછી કહ્યું તેં મને

ને મેં પણ 'હા' કહી તને,


'પ્રેમ હતો તો કેમ ના કહ્યું તને'

એ વાતનું દુઃખ છે હજુ મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy