STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

તારામાં

તારામાં

1 min
275

મારા ચાંદ સમાન ચહેરાને છૂપાવી લે ને !

તારા વિશાળ બાહુપાશમાં,

મારા શ્યામવર્ણા કેશની મહેકને ભરી લે ને !

તારા મહેકતા શ્વાસમાં,


મારા મધુર ગાનના ગુંજને ખનકવા દે ને !

તારા પ્રિય કર્ણમાં,

મારા હોઠોની મુસ્કાનને સજાવા દે ને !

તારા ગોરા ગાલોમાં,


મારી અનોખી અદાઓને ભરી લે ને !

તારી ચમકતી આંખોમાં,

મારા જીવનના આનંદને આશરો દે ને !

તારા આનંદી જીવનમાં,


બસ, હવે તો મારી દુઆઓને પાથરવા દે ને !

તારા જીવનપથમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance