STORYMIRROR

ધારા સિણોજીયા.

Romance Inspirational Others

3  

ધારા સિણોજીયા.

Romance Inspirational Others

ધીરે ચાલ જિંદગી

ધીરે ચાલ જિંદગી

1 min
297

દોડતી જાય છે ને મારાથી

ચલાતું પણ નથી

ધીમે ચાલ જિંદગી મારાથી

થાકી જવાય છે,


ઘણા બધા સ્વપ્નો છે મારી

આંખોમાં

થોડાક તેં બતાવેલા થોડાક

મેં સંઘરેલાં,


કેટલાક સંબંધો છે મારી સાથે

જોડાયેલા

ઘણા ઈશ્વરે આપેલા ને થોડા

મેં બનાવેલા,


જોજે એ બધા મારાથી છૂટી

ન જાય ધીમે ચાલ જિંદગી

મારાથી થાકી જવાય છે,


કઈ કેટલીય લાગણીઓ છે

આ હૃદયમાં ઘણી બધી ગમતી

અને થોડીઘણી અણગમતી,


કંઈક કેટલીય જવાબદારીઓ છે

આ જીવનમાં

થોડીક જબરજસ્તીથી સોંપેલી

થોડીક મેં સ્વીકારેલી,


એ બધાનો ભાર ઊંચકીને લાંબુ

ચાલી શકું એ માટે

ધીમે ચાલ જિંદગી મારાથી

થાકી જવાય છે,


ઘણાબધાનું હૃદયમાં સ્થાન

બનાવવું છે

અને ઘણાબધાનું હૃદયમાં

સ્થાન ટકાવવું છે,


જવાબદારીઓ સાથે પોતાના

સ્વપ્નો પૂરા કરી શકું કે

તું ધીમે ચાલ જિંદગી મારાથી

થાકી જવાય છે,


કોઈને કડવાશથી યાદ કરું એવા

વ્યવહાર ટાળ્યા છે

લોકોના હૃદયમાં હંમેશા રહું એવા

પ્રયત્ન કર્યા છે,


ભૂલથી પણ કોઈના હૃદયને ઠેસ

ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના

કરી છે,

એવી મારી પ્રાર્થનાને ફળીભૂત

થતાં જોવી છે

તો ધીમે ચાલ જિંદગી મારાથી

થાકી જવાય છે,


રેતની જેમ સમય મુઠ્ઠીમાંથી

સરકે છે

આજે સાથે ચાલીએ છીએ

કાલની કોને ખબર છે,


ખુબ પ્રેમ કરું છું તને ઓ

જિંદગી

જરા તું ધીમે ચાલ મારાથી

થાકી જવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance