સ્ટે હોમ સ્ટે સેફ
સ્ટે હોમ સ્ટે સેફ
પવન, પંખી ને પતંગિયા
આવીને કાનમાં કહી ગયાં.
ચિંતા નહીં કર મારા મિત્ર,
આવા વાઈરસ કેટલાય આવીને ગયાં.
તું પાછો વરંડે ઝૂલશે,
પાછા દરવાજા ખુલશે.
નાનાં નાનાં બાળકો
મસ્તીથી ઝૂમશે.
માનવ ખૂબ હોંશિયાર છે,
ને ઈશ્વર પણ સાથ આપશે.
દવા અને દુવાઓથી
આ કોરોના જરૂર ભાગશે.
ફક્ત થોડા દિવસ ધીરજ રાખ,
પગ તારો ઘરમાં રાખ.
આ ઉપાય બહુ સરળ છે,
બસ આટલી સમજ રાખ.
