STORYMIRROR

Dr Jignasa Chhaya Oza

Abstract

3  

Dr Jignasa Chhaya Oza

Abstract

જીવન આખું?

જીવન આખું?

1 min
27K


એકાદી આ ઘટના પાછળ જીવન આખું ટળવળવાના
બોદા એવા પડઘા કાજે જીવન આખું ખળભળવાના.

તારીમારી યારીમાં છે થોડી જોને ગોબાચારી,
સંબંધોમાં કાવાદાવા,જીવન આખું વલવલવાના?

શું લઇ આવ્યાં'તાં ને પાછા શું લઇને છો જાવાના ત્યાં,
છળ,ઈર્ષા જો છલકાતીને, જીવન આખું રણઝણવાના.

સાચક માટે જીભે કો'દી યારી ક્યાં નીભાવી તારી,
ખોટાં કામો કરવા માટે,જીવન આખું ચડભડવાના.

લકવો મારી ગ્યો છે માનવતાને જગમાં સ્હેજે ડર તું,
બુઠ્ઠા દિલની તલવારોથી, જીવન આખું તરફડવાના.

ભ્રમણાં છે તારી,ઈશ્વર ઝાલે કર, કેવી રીતે તારો,
થાવું પડશે ખુદનો ટેકો,જીવન આખું કરગરવાના?

 



 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract