STORYMIRROR

Dr Jignasa Chhaya Oza

Inspirational

3  

Dr Jignasa Chhaya Oza

Inspirational

મા છે...

મા છે...

1 min
26.7K


હ્રદયના કોટરે લોહી નથી, છે લાગણી, મા છે,
સમજને સૂઝકાથી ગૃહસ્થી લે સાંકળી, મા છે.

નયન નેહે નિતરતાં કર મહીં આશિષ વહે જેનાં,
સદા કાળે વરસતી શીશુ કાજે, વાદળી, મા છે.

ન દુઃખોને ફરકવા દે જરી બાળક સમીપે એ,
વજ્ર, બખ્તર, લગામો, ઢાલ, બનતી સારથી, મા છે.

વહાલપથી છલોછલ ઝરણ, હેલી મમત ટપકે,
બગીચો જીંદગી નો એ ખિલાવે, ફાગણી, મા છે.

ડગર ભટકે, છટકે સાથી, વળી વાંકુ થતું ભાગ્ય,
સફરને તરબતર કરતી, સુહાની રાગણી, મા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational