STORYMIRROR

Dr Jignasa Chhaya Oza

Abstract

3  

Dr Jignasa Chhaya Oza

Abstract

બા કદી ક્યાં થાકે છે?

બા કદી ક્યાં થાકે છે?

1 min
27K


રોજ ઊઠે એ વહેલી, બા કદી ક્યાં થાકે છે?
હાજરીથી ઘર હવેલી, બા કદી ક્યાં થાકે છે?
 
પાંપણે લઇ રોજ ફરતી સ્વપ્ન અદકાં વ્હાલાનાં,
હેત કેરી ચિત્ત હેલી, બા કદી ક્યાં થાકે છે?
 
છળ, કપટથી જો ભર્યું જગ, કારગતના કો’ ઈલમ,
બા બધાથી છે નિરાલી, બા કદી ક્યાં થાકે છે?
 
થીગડાં મારે વ્હાલપના, જગડતું ઘર જ્યારે,
સ્નેહની તો એ સહેલી, બા કદી ક્યાં થાકે છે?
 
છો ભલે સંતાન ના સમજે જરી મમતા એની,
આંખ રાખે રોજ સજેલી, બા કદી ક્યાં થાકે છે?
 
આવતો ઘર પુત્ર જ્યારે, વારસો હકનો માંગે,
અવગણી થાતી એ ઘેલી, બા કદી ક્યાં થાકે છે?
 
છોડ ઘરડાંઘર ભલે એને, ન ફરિયાદો કરે,
વાટ જોતી સ્મિત મઢેલી, બા કદી ક્યાં થાકે છે?
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract