STORYMIRROR

Dr Jignasa Chhaya Oza

Abstract

2  

Dr Jignasa Chhaya Oza

Abstract

ચ્હેરા...

ચ્હેરા...

1 min
14.7K


પથ્થર જેવી આંખો ને પથ્થર જેવા ચ્હેરા જો,
ચ્હેરા પાછળ ચ્હેરો છે, લે કેટકેટલાં મ્હોરા જો.
 
નામો રાખ્યાં છે સૌમ્યા, સ્વીટી, મીઠ્ઠુ કે સ્મિત
ચાખ્યાં માણસ જગનાં તો નીકળ્યાં સઘળાં ખોરાં જો
 
ભપકો ભારી, હોઠે લાલી, સુટબુટમાં ફરતાં એ,
એટિકેટના બણગાં ફૂંકે અંદરથી તો ઢોરાં જો.
 
ખૂણે ખૂણે ખડક્યાં સામાનોના થર ઘરમાં લે,
ના મા'તા વડવા ભીંતો પર કેવાં છે આ છોરાં જો.
 
લીલુંચ્છમ દિસતું સઘળું, આઘેથી જો જોઇએ તો,
નજદીકે નીહાળું તો સઘળાં ચ્હેરા કોરાં જો!
 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract