એકે હજારા
એકે હજારા
કર માં લીધી કલમ, બીજે હાથે ઝાલી કડછી,
ખપ પડે તો ઉઠાવી લઉં, બન્ને હાથે બરછી !
ખભેખભા મિલાવવા હું,નીકળું ઘરની બહાર,
સૂરજ સરીખા તેજથી ઝળહળા કરું સંસાર,
કમ્પ્યુટરની ક્રેઝી છું, છું ફેસબુકની ફેન,
વ્હાલુડાના વિકાસ કાજે,ના જોઉં દિન રેન.
મંત્રી,મિત્ર,મિતવા બનું ,બનું મમતાની મૂરત
સલાહકાર,સજની,સખી,છું સ્નેહ કેરી સૂરત
આડે આવે પથમાં મારા,આંખ કરે જો ઊંચી
રણચંડી,જગદંબા થઈને, કાન આમળું ખેંચી!