હું વરસાદ છું
હું વરસાદ છું
બુંદ બુંદ બની હું આકાશ ધરતીને મળવા આવ્યો છું,
હું વરસાદ છું, ધરતીની તરસ મીટાવવા આવ્યો છું
તપતા છાપરા ને તપતી ધરતીની છાયા બની આવ્યો છું,
હું વરસાદ છું, બુંદબુદ પાણી બનીને આવ્યો છું,
બાળકોના છબછબિયાંને મારી સાથે લાવ્યો છું,
હું વરસાદ છું, બાળકોનું બાળપણ પાછો લાવ્યો છું,
ધરતી ઉપરના પાપ જોઈ સૂર્યને ઠંડો કરવા આવ્યો છું,
હું વરસાદ છું વૃક્ષોને નવું જીવન દેવા આવ્યો છું,
સાચવો મને, હું મનગમતા ફૂલો સાથે લાવ્યો છું,
હું વરસાદ છું, બધાનો તારણહાર બનીને આવ્યો છું,
મેઘધનુષ્યના સાતે રંગો સાથે લાવ્યો છું,
હું વરસાદ છું, ધરતીને લીલીછમ કરવા આવ્યો છું,
રોજ બોલાવો છો મને, હું તમને મળવા આવ્યો છું,
હું વરસાદ છું, 'દિવ્ય' સૃષ્ટિને દિવ્ય બનાવવા આવ્યો છું.
