કબૂલાત
કબૂલાત
મૂંઝવણ ભરેલો,
ખારા પાણીનો વીરડો
ખોબો ભરી ડૂબાયું પણ ક્યાં ?
એકના એક વિચારે ચડેલું,
મન, મગજ, વિમાસણના
ભારેલા અગ્નિની જ્વાળાઓમાં
તપતો, બળતો...
અજંપાભરી રાતો પસાર કરી,
આખરે લક્ષ્યને સાધી
ચાલી નીકળ્યો, અનંત વિચારો,
પોતે જ પોતાને સંવાદતો,
એક જ સત્ય, ભૂલ સ્વીકાર,
એક જ ઉપાય, કબૂલાત..
બીજી જ પળે...અમલ,
સામે છેડેથી ઉચ્ચારાયેલો એ,
એક જ શબ્દ..
'માફી', ને બસ...
સઘળું બ્રહ્માંડ જાણે
તારામંડળ સમ ઘુમવા,
ફરવા લાગ્યું,
હળવો ફૂલ થઈ, ઊડ્યો
હવા સંગ અઠખેલી કરતો
સત્યની આંગળી ઝાલી
નવેસરથી પા..પા.. પગલી ભરતો.
