કોરા કાગળ
કોરા કાગળ
આપણું જીવન એક કોરા કાગળ સમાન છે,
આપણા કર્મો કાગળ પર લખવાની શાહી છે,
કોરા કાગળ પર મનની ઈચ્છા મુજબ દોરી અથવા લખી શકાય,
જીવનમાં પણ મનની ઈચ્છા મુજબ દરેક કાર્યો કરી શકાય,
કોરા કાગળ પર ખોટું લખેલું તો રબરથી ભૂસાઈ જાય,
જીવનમાં કરેલા કુકર્મોનો ડાઘ આજીવન રહી જાય,
કહેવાય છે છઠ્ઠીના દિવસે કોરા કાગળ પર વિધાતા લેખ લખી જાય,
અંતિમ ક્ષણોમાં જીવન કેવું રહેશે એ તો આપણા કર્મો જ નક્કી કરી જાય.
