મારી ઓળખ
મારી ઓળખ
હા હું એક સ્ત્રી છું, બસ નથી મારી માંગણી,
હું ચાહું છું મળે મને સૌની થોડી લાગણી.
બસ સૌના પ્રત્યે રાખું છું હું પ્રીત ,
એજ જીવન જીવવાની મારી છે રીત.
ગાડી બંગલા મોટરની મારી નથી માંગણી,
બસ જેમ હું રાખું છું એમ તમે રાખો લાગણી.
હું તો સૌને માનું છું મારા પોતાના,
તમે પણ સાથ આપો પૂર્ણ કરવા મારા સપના.
મે તો અર્પણ કરી સૌને મારી જિંદગી.
મારા પોતાના લોકો પર કુરબાન થવું એજ મારી બંદગી.
હા હું એક સ્ત્રી છું, હાસ્ય છે મારું અભિન્ન અંગ,
હાસ્ય થકી જ જીતી લઉં છું હું જિંદગીનો જંગ.
મુશ્કેલીઓ કે અડચણ જોઈને ક્યારેય નથી હું ભાગતી.
મોતને પણ હું હંફાવતી, યમરાજને પણ હું ભગાવતી.
એક ઉંમરમાં અનેક ભવ હું જીવતી,
બેટીથી દાદી સુધીની સફરમાં સતત કાર્યશીલ રહેતી,
જાત ને ભૂલી બીજા માટે હું જીવતી.
મારી ઓળખ શું આપુ તમને ?
ઓળખાણ સ્થાપિત કરવા સહકાર આંપો અમને,
મકાનને ઘર હું બનાવું છું,સૌને દિલથી હું અપનાવું છું.
હા હું એક સ્ત્રી છું.સંસારની ધુરંધર છું,
ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન છું.
