પોતાની વાત
પોતાની વાત
થાકી ગઈ છું ફરી શરૂઆત કરીએ
બીજાનું છોડી પોતાની વાત કરીએ,
ફૂલોને દુઃખ છે સુગંધ એની નથી
દુ:ખની વાત છોડી સુખની વાત કરીએ,
ઘણા પથ્થરો જો ફેંકે તારા ઉપર
પોતાની જાતને સાબિત કરીએ,
જાતિપાતિનાં ભેદ ભૂલી થોડું વિચાર કરીએ
હાથમાં રાખી હાથ પોતાની વાત કરીએ,
નથી મારી પાસે એ ભૂલી જઈએ
પાસે શું છે ? ' દિવ્ય ' એનો વિચાર કરીએ.
