પ્રાથુ ઓગાળવા અહમ જગના
પ્રાથુ ઓગાળવા અહમ જગના


પ્રાર્થું ઓગાળવા અહમ જગના
નમું હું, નમું હું, મહા અનલ
આથમી ઊગજે સવારે
પ્રાર્થું ઓગાળવા અહમ જગના ને
ભાગ્ય ઉજાળે ઉજાળે
અગ્નિ, જળ, વાયુ ને આ અવની
આદિ અનાદિ થઈ રાચે,
હું કોણ ? કેમ ? કેવો ? વિચારું
ને કોઈ પળે વિરમું અનંતે
ઘણી સૃષ્ટિ, મળી અગ્નિ પ્રસાદી
નમું હું દેવ ભાનુ પ્રભાતે
લહેરાતું આ ચૈતન્ય વંદે
ન જાણું કોણ મારે જીવાડે
અગોચર રહી રમે પરમ શક્તિ
કોઈ કાળે ન પકડે પકડાશે.