કાલની કોને ખબર આજે જીવી લે
કાલની કોને ખબર આજે જીવી લે
કાલની કોને ખબર, આજના દિવસમાં
જીવી લેવાનું,
મળી છે આવી સુંદર જિંદગી,
તો બિંદાસ જીવી લેવાનું,
ક્યારેક બેફામ ક્યારેક બેફિકર બની,
જીવી લેવાનું,
આકાશી બુંદોને હાથમાં લઈ ચૂમી લેવાનું,
મોર સાથે નૃત્ય કરી લેવાનું,
ક્યારેક આંબા ડાળ તો ક્યારેક સરોવરની પાળ,
રખડી લેવાનું,
કામકાજ ને કોરાણે મૂકી,
ઈશ્વરનું શરણું પકડી લેવાનું,
અલ્લડ થઈ ઝરણાની જેમ જીવી લેવાનું,
મળે જે ભાગ્યથી એ સ્વીકારી લેવાનું,
વારંવાર નથી મળતો આ અવતાર,
બસ ફૂલોની સાથે થોડું ઝૂમી લેવાનું,
આ પવન સાથે મસ્તી કરી લેવાની,
ફૂલોની સાથે દોસ્તી કરી લેવાની,
થોડી મનમાની કરી લેવાની,
જિદ તારી પૂરી કરી લેવાની,
ગમતાનો કરી ગુલાલ,
બનાવ તારી જિંદગી જમાલ,
બસ મોજથી કરી લે ધમાલ,
હવામાં ઊડાડી ગુલાલ,
રંગી દે કોઈ સુંદરીનો ગાલ,
પ્રેમમાં કરી લે કમાલ,
પછી આવી શકે તારી પાસે એવી દુઃખની ક્યાં છે મજાલ !
બસ સળગાવી રાખ તું આશાની મશાલ.
