હોસ્ટેલની મિત્રતા
હોસ્ટેલની મિત્રતા
હોસ્ટેલમાં રહી કરેલી તારી સાથેની મસ્તી,
લાગે છે જીવન એના વગર પસ્તી,
મિત્રતા હોય જો તારી ને મારી
લડી લેવા સમક્ષ હોય દુનિયા સારી,
ગાઠિયા ને થેપલાની નથી વસ્તી
જીવનમાં પિઝાની વધતી ગઈ વસ્તી,
ઘરનો સીરો લાગતો નથી સારો હવે
આઈસ્ક્રીમ ખાવાની વધી ગઈ વસ્તી,
હોસ્ટેલમાં તારીને મારી વાતો સસ્તી
જીવનની દરેક ક્ષણ લાગે એની આગળ પસ્તી.