STORYMIRROR

Dr Jignasa Chhaya Oza

Others

3  

Dr Jignasa Chhaya Oza

Others

શું કરું????

શું કરું????

1 min
27.4K


લાવ આપું ભેંટમાં ગુલફામને,
માપ આપે તો બનાવું ખ્વાબને.

એક પીછુંને ટહૂકો જો મળે!!
આજ શણગારું જરી કિનખાબને.

ઝાકળે ચૂમ્યું જરી જો ફૂલડું,
આંચક્યો લે બાગના અસબાબને.

કાં કર્યો તેં કાંકરીચાળો જળે?
લે કર્યાં પ્રેમી અલગ, સુરખાબને.

શબ્દ નામે ધારિયું ખુંખાર છે,
બાજુ પર રાખે સદા તેજાબને.

 


Rate this content
Log in