આશ્ચર્ય!
આશ્ચર્ય!
1 min
7K
અંતકાળે લોક ભેગા થઈ ગયા,
યાદ મારી થોક બાંધી ધરી ગયા.
ના નડી બે આંખ કેરી જો શરમ,
પંડના એ કોક થૈને ફરી ગયા
જીવતાં બેમોત માર્યો સ્નેહમાં,
ને જતાં, એ શોકમાં થથરી ગયા.
Advertisement
v>
ખોળિયે રમતાં હતાં ખગ જીવના,
વાત વાતે ચોટ એ મારી ગયા.
પ્રાણનો પમરાટ જ્યારે ખીલતો,
એ ઉદાસી, રોક મૂકી ઠરી ગયા.
જીંદગીની અબળખાને આંચકી,
મોત ટાણે પોક મૂકી સરી ગયા.