પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ? નયનની બસ કારભારી જોઈએ.
છો સતત હૈયું, ભલે ધબકે નહીં!! વેદનાની એક બારી જોઈએ.
સાથ દે હરદમ અહીં, તકલીફમાં, આ જગતમાં ચોખ્ખી યારી જોઇએ.
સ્તબ્ધ થૈ ગૈ છે જગે સંવેદના, હૈયું થથરે, તે કંપારી જોઈએ.
data-offset-key="4e3ba-0-0">
ટેરવું લે થૈ ગયું છે થાંભલો! તરબતર કરવા કટારી જોઈએ.
હામ હો તો જોખમો થેલે ભરી, ચીલ્લો ચાતરવા, ખુમારી જોઈએ.
હો ભલે કાબેલ કોઈ લાખ પણ, તીર વિણ હણતાં શિકારી જોઈએ.
આમ તો છે સ્વાર્થ સઘળે જગ મહીં, ખેલદીલીની સવારી જોઈએ