STORYMIRROR

Dr Jignasa Chhaya Oza

Inspirational

3  

Dr Jignasa Chhaya Oza

Inspirational

આવડત

આવડત

1 min
13.9K


વ્યથા તો જીવનમાં વહેતી જ રહેવાની 
કેમ છો? હંમેશા કહેતી જ રહેવાની!
 
હતાશાને હડસેલી દઈશ બારણેથી..
ખુમારીને ખિસ્સામાં ભરી રાખવાની.
 
તાણને તતડાવી, વિખેરી દઈશ હું 
સ્મિતને અધર પર રમતું રાખવાની.
 
નિરાશાના નખરા નહીં ક્યારેય પંપાળું,
પ્રયત્નોના પૂલે, જાત પડતી મૂકવાની
 
આનંદને ઉઠાવીશ સાતમે પાતાળથી,
કહીશ એને અહીં, અડીંગો જમા’વાની.
 
સોદો કરવો છે મારે, આ સુખની સાથે!
પૂછીશ, બોલ? તારે લાંચ કેટલી લેવાની?
 
 
 
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational