વર્ષા
વર્ષા
કારતકથી આસો બાર મહિના વ્હાલા
તેમાં પણ વ્હાલો ઋતુ કલ્પના શ્રાવણ,
આરંભ વર્ષાનો શ્રાવણ માસથી ને અંત થયો આસો
લીલીછમ ધરતીને ફરી ફરી થયો હાશકારો,
શ્રાવણમાં ઉત્તરે ગાજ્યો ભાદરવામાં દક્ષિણે ગાજ્યો,
ગાજવીજ સાથે ઋતુકલ્પ પૂર્વ પશ્ચિમમાં પહોંચ્યો,
વર્ષા આવી વર્ષા આવી ધરતી થઈ રાજી રાજી
નાગ પંચમીને નવરાત્રીને સાથે સાથે લાવી,
આસોની ભાદરવામાં ભુલામણી વીજળી સાથે લાવી
ધરતીમાંથી ફૂટ્યા અન્ન બાજરો, મકાઈ, મગ ને મળ્યા જીવન,
આભમાં ફરી અષાઢનાં વાદળો લહેરાયા
આસો એ ધરતીને 'દિવ્ય' ઠંડીથી મળાવ્યા.
