STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

ભાઈ બહેનનો સ્નેહ

ભાઈ બહેનનો સ્નેહ

1 min
131

આંગણે ઊભી રહીને હું વાટ જોઉં છું તારી,

વહેલી પધારજે વ્હાલી ઓ બહેન મારી, 


હૈયાના હેતથી હું તુજને આવકારીશ,

મધુર સ્મિત ફરકાવજે ઓ બહેન મારી, 


તારા હસ્તથી સ્નેહની હું રક્ષા બંધાવીશ, 

આશિષ મુજને આપજે ઓ બહેન મારી, 


કુમ કુમ તિલક હું મારા લલાટ પર કરાવીશ, 

પુષ્પોથી વધાવજે મુજને ઓ બહેન મારી, 


રક્ષા બંધાવીને આંસુ હું હરખના વહાવીશ, 

સ્નેહ વર્ષા મુજ પર કરજે ઓ બહેન મારી, 


તારા સુખ દુઃખમાં સદાય સાથી બનશે "મુરલી", 

હર જન્મમાં મળજે મુજને ઓ બહેન મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational