STORYMIRROR

Dr Jignasa Chhaya Oza

Abstract

3  

Dr Jignasa Chhaya Oza

Abstract

બિચારી માતૃભાષા.....

બિચારી માતૃભાષા.....

1 min
26.2K


ઋણ આ  માતૃભાષાનું ન ઉતરશે સરળતાથી,
હ્રદયથી એને અપનાવી, થોડું તર્પણ કરી લઈએ.

વિદેશી  ઘેલછા કેવી  ઉરે  ઊઠે છે  જો નિસદિન,
મોંઘેરી માતૃભાષાને ક્ષણો અર્પણ કરી લઈએ. 

સ્નેહેથી  કરી  સંભાળ, લડાવી  લાડ  કૈં  એવા,
ગુલાબી ગીત મીઠાં ગાઈ જરી દર્પણ ધરી લઈએ.

ઈંગ્લીશી ઈબાદતમાં ભલે આ ટોળું હો ગુલતાન,
ચાલ ને યાર ગુર્જરી કાજ, સમર્પણ કરી લઈએ.

શરમ શાથી અનુભવતાં,  ગુજરાતીને  ચાહવાથી?
મમળાવી એને મનથી, જીવન ગળપણ કરી લઈએ 

      


Rate this content
Log in

Similar gujarati poem from Abstract