ભૂલાયેલ પ્રેમ
ભૂલાયેલ પ્રેમ
આજે એને જોતા તાજો થયો એ ભૂલાયેલ પ્રેમ !
હું ભૂલ્યો હતો કે, એ ભૂલી હતી ?
બંનેના મનમાં ચાાલતો આ વ્યાકુળ પ્રશ્ન !
મેં જ એને જોઈ ન હતી કે
નજર એની મારા પર ઠરી હતી
એ આજનો પ્રશ્ન !
અહીંથી એનું પસાર થવું,
અને મારૂં અહીં આવવું,
એ સંજોગો કે પછી પ્રશ્નોના જવાબ !
યાદો બનાવા જીવનની અમે અહીં આવતા,
ને આજે ખરેખર યાદો બનીને એ મને મળી.
વિચાર્યુ હતું એ મળશે જવાબ, જ્યારે એ મળશે,
પરંતુ વધારે ગૂચવાયા સવાલો અહીંયા !
શીર્ષક આપ્યું છે 'ભૂલાયેલ પ્રેમ'
શું ખરેખર ભૂલાયેલ હોત
તો લખી શકત આ કવિતા!!
પૂછી રહ્યો છે "જાની" આજે તને
શું ભૂલાયો હતો આ પ્રેમ ક્યારેય ?

