આ કેવો પ્રેમરંગ
આ કેવો પ્રેમરંગ
આ કેવો પ્રેમ રંગ
ભીંજાવુંં નથી છતાં મને ભીજાવે છે.
આ કેવો પ્રેમ રંગ
રંગાવું નથી છતાં તેની યાદમાં રંગાવે છે,
આ કેવો પ્રેમ રંગ
તને જોવું અને મારી અંદર તારું ચિત્ર અંકાય જાય,
આ કેવો પ્રેમ રંગ
હું ગમે તેટલો રંગાય જાય છતાં તારી વગર તો અધૂરો છું,
આ કેવો પ્રેમ રંગ
જે બીજાથી કંઈક અલગ જ લાગે,
આ કેવો પ્રેમ રંગ
જે પ્રકૃતિમાં પણ રંગાઈ જાય,
આ કેવો પ્રેમ રંગ
વરસાદના ટીપાંની જેમ તેની યાદ અપાવે,
આ રૂડો કેવો લાગ્યો મને પ્રેમ રંગ
હું તારા જ પ્રેમમાં રંગાઈ ગયો.

