તું લઈ જા
તું લઈ જા
અસત્ય છોડીને સત્ય તરફ તું લઈ જા
અંધારું દૂર કરીને તેજ તરફ તું લઈ જા,
કાલ્પનિક દુનિયા છોડીને પુસ્તકના જ્ઞાન
તરફ તું લઈ જા,
મારી મધુર વાણી તું લઈ જા,
શ્વાસમાંથી મહેક તું લઈ જા
મારામાંથી કંઈક તું લઈ જા
શું તું વિચારે છે પાલનહાર
મારૂ નાદાન ધબકતું હૃદય તું લઈ જા.

