શું ભૂલ
શું ભૂલ
તને મળવા માગું છું હું, તેમાં સરનામાની શું ભૂલ ?
જયાં જોવું ત્યાં તુંજ નજર આવે, તેમાં આખની શું ભૂલ ?
યાદો માત્ર તારી જ આવે, તેમાં લાગણીની શું ભૂલ ?
સવારની શરૂઆત તારાથી જ થાય, તેમાં દિવસની શું ભૂલ ?
કવિતા ઓ તો તારી પર જ લખાય તેમાં શબ્દોની શું ભૂલ ?
વિચારો માત્ર તારાજ આવે તેમાં મનની શું ભૂલ ?
અચાનક મળીયા આપણે, તેમાં બિચારા દિલની શું ભૂલ ?
તને મળવા માગું છું હું, તેમાં સરનામાની શું ભૂલ ?

