સાથીદાર
સાથીદાર
તું નીર નહીં તરસ શોધ,
શબ્દોમાં તું સ્વર શોધ,
તું પ્રેમ નહીં વિશ્વાસ શોધ,
બે મનનો મેળાપ શોધ,
તું હાર નહીં જીત શોધ,
જીવનની નવી રીત શોધ,
તું અંધારું નહીં પ્રકાશ શોધ,
નવી સવારના વિચાર શોધ,
તું દુઃખ નહીં સુખ શોધ,
ખુશી નું એક બહાનું શોધ,
તું શબ્દો નહીં ઊંડાણ શોધ,
સાથ મળે તેવો સાથીદાર શોધ.

