અમે મળ્યાં.....
અમે મળ્યાં.....
ખિલતા ફૂલની કળીને જેમ સૂરજના કિરણો મળે તેમ,
એ મને મળ્યાં...
ડખડાયેલા જીવનને સીધા પાટે ચઢાવનાર 'રાહબર'ની જેમ,
એ મને મળ્યાં...
ઊભું હતું જીવન મારી રાહ જોઈ ને !
એ રાહમાં સાથ આપવા...
એ મને મળ્યાં...
વ્યસ્તતા, એકલતા, ને દુઃખની ક્ષણોને,
હળવાશમાં ફેરવવા,
એ મને મળ્યાં...
વેરવિખેર થયેલ કુટુંબ ને
એક કરવા, એ મને મળ્યાં...
પહેલા દિલ, પછી જીવનમાં અને પછી સાથી રૂપે પગલા પાડવા,
એ મને મળ્યાં...
અગ્નિની સાક્ષીએ સાથ નિભાવવાનાં વચન સાથે,
સાત ફેરા સાથે અમે મળ્યાં...
'અજય'માંથી 'જાની' થયો જયારે
એ મને મળ્યાં...
આગલા જનમની ખબર નહિ,
પણ આ જન્મે,
અમે મળ્યાં.

