હા હું હયાત છું
હા હું હયાત છું
એ એક જ જગ્યા જ્યાં હું હયાત છું...
વીતેલી એ ક્ષણમાં,
આપણી મુલાકાતમાં,
તારી એ યાદમાં,
મીઠા સહવાસમાં,
પહેલા સ્પર્શમાં,
બીજા પ્રહરમાં,
અવગણતી તારી આંખોમાં,
મને પજવતી રાતમાં,
હડસેલા ખાતી તારી લાગણીઓમાં,
રોજ આવતી તારી યાદમાં,
ત્રીજા પ્રહરમાં,
આંસુ આપીને મારી આંખમાં,
રાહ જોતી આશમાં,
વગર ગુનાની સજામાં,
તને જ સંભારતી સાંજમાં,
ખુદ ની દશાને કોશતી,
હજુ પણ તને જ પ્રેમ કરતી,
આવી જ કંઈક મથામણમાં...
હા, હું હયાત છું.

