STORYMIRROR

Dharti Sharma

Romance

3  

Dharti Sharma

Romance

કંઈક કહો

કંઈક કહો

1 min
164

કોઈ શ્યામની યાદોને તો 'કંઈક કહો',

આમ, ઊગતાં પહોરે નવ આવે,

મને યાદ પછી બહુ શ્યામની સતાવે.


ભૂલી હું જો ને ઘરના સઘળાં કામ,

 હું તો નીકળી શોધવા ને શ્યામ

વણરેલાએલા જો ને કેવા મને,

વાંસળીનાં સૂર સંભળાય,

કોઈ શ્યામની યાદોને કંઈક કહો,

આમ, ઊગતાં પહોરે નવ આવે.


લઈ ગોરસ હું જાઉં જ્યારે,

લાગે ફોડે મટકી માથે,

ભીંજાઈ જાઉં જાણે હું તો ને,

મુજને ગોરસ સ્નાન કરાવે.

કોઈ શ્યામની યાદોને કંઈક કહો,

આમ, ઊગતાં પહોરે નવ આવે.


અશ્રુ ભર્યા નયનથી કેવી વહેતી,

વ્હાલાની વ્હાલી યાદો,

બની મીરાં ઘૂંટ હું પી રહી છું,

શ્યામયાદનો પ્યાલો,

કોઈ શ્યામની યાદોને તો કંઈક કહો,

આમ, ઊગતાં પહોરે નવ આવે,

મને યાદ પછી શ્યામની બહુ સતાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance