અમૃતઝરણું
અમૃતઝરણું
1 min
404
અહો ! આશ્ચર્ય,
કેવું અમૃતધારા તણું,
મમતા ઉમટી હૃદયે,
સ્તને ફૂટે ઝરણું,
મમતા કેરી ફૂટી ધાર,
કરાવવા શિશુ અમૃતપાન,
પોષવા બાળને,
મા કરાવે સ્તનપાન,
મમતામયી આંખોએ વરસે,
ખુશીઓનો વરસાદ,
છાતી સરસુ ચાંપી મા,
વહાવે અઢળક વ્હાલ,
ઉતારે ક્યારેક નજર,
તો ક્યારેક કરે ટપકાં ગાલ,
ન લાગે એના બાળને,
કોઈ નજર્યુના બાણ.
