STORYMIRROR

Dharti Sharma

Others

4  

Dharti Sharma

Others

હા, હું એક સ્ત્રી છું

હા, હું એક સ્ત્રી છું

1 min
316

હા, હું એક સ્ત્રી છું,

ધીર છું, સ્થિર છું, સતત વહેતું નીર છું, 

 બસ, પામવાને સ્નેહ હું અધીર છું,  

 હા, હું એક સ્ત્રી છું,


 બની અન્નપૂર્ણા રહું જો શાંત છું,  

 તો ક્યારેક હું મા દુર્ગા સ્વરૂપ છું,  હા, હું એક સ્ત્રી છું,


ઉરે ધરું મમતામયી ઝરણું છું, 

તો ક્યારેક પાષાણહ્દયી પણ બનું છું, 

હા, હું એક સ્ત્રી છું,


 ક્યારેક મર્યાદા હું ઉંબરાની છું,

 તો ક્યારેક રાની લક્ષ્મીબાઈ છું, 

હા, હું એક સ્ત્રી છું,


ધાર્યું કરવાની ક્ષમતા ધરાવું છું,

છતાં જતું કરતાં કદી ન ખચકાઉં છું, 

હા, હું એક સ્ત્રી છું, 


પાંપણપાળ બાંધીને બેઠેલી અબળા છું,  

તો, રણે ચઢનારી રણચંડી છું,

 હા, હું એક સ્ત્રી છું.


Rate this content
Log in