Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharti Sharma

Others

4.0  

Dharti Sharma

Others

પ્રીતની રીત

પ્રીતની રીત

1 min
183


અધરે રહેતી બંસી,

હૃદયે રહેતી રાધે,

છતાં રહેતી સતત તલપ,

રાધે મિલનને કાજે, 


બની મગ્ન તાનમાં, 

કાન્હા સંગ ગોપી નાચે,

છતાં હૃદયમાં કાન્હાના,

 રાધા તું જ બિરાજે,


આઠેય પટરાણીઓ,

છતાં મન ન લાગે, 

ધબકારે હૃદયનાં તો,

બસ નામ રાધે રાધે,


તડપતી જોને રાધા પણ,

શ્યામ મિલનને કાજે, 

રાધા વિના અધૂરો શ્યામ, 

 શ્યામ વિના રાધે,


પ્રીતની રીત અધૂરી,

છતાં બોલાય નામ સાથે,

સાચી પ્રીત એ જ તો છે,

જગ સૌ જાણે.


Rate this content
Log in