માનો પાલવ
માનો પાલવ
1 min
123
અઢળક 'વેદનાને' પાલવમાં છૂપાવી રાખે છે,
"મા" મારી પાલવ કેટલો મજબૂત રાખે છે,
નિશ્ચિંત થઈ જાઉં છું, જ્યારે હોઉં છું એની સાથે,
"મા" મારી પાલવમાં કેટલી હૂંફ રાખે છે,
દોડતી રહે છે, લડતી રહે છે, મારા સપનાંં માટે,
પોતાના સપનાંને પાલવની કોરમાં બાંધી રાખે છે,
"મા" મારી પાલવમાં કેટલું સમાવી જાણે છે,
હોઠને મુસ્કાનથી હંમેશા સજાવી રાખે છે,
"મા" મારી પાલવની કોર કેટલી ભીની રાખે છે !
