STORYMIRROR

Dharti Sharma

Others

4  

Dharti Sharma

Others

ગરબે ઘૂમે

ગરબે ઘૂમે

1 min
314

ગરબે ઘૂમે રે આજ, ગરબે ઘૂમે,

માત ચાચરના ચોકમાં ગરબે ઘૂમે, 

                    

હૈયું હરખે રે મારું, હૈયું હરખે,

જોઈ માતાનું મુખ, મારું હૈયું હરખે, 


કંકુ ખરે ને મા ના પગલાં પડે,

મા ઝાંઝર ઝણકારે આજ ગરબે ઘૂમે, 


નવરંગી ચૂંદડી મા ને શોભે,

જોઈ ભક્તોના મન, આજ હૈયે હિંચે,


એવી હરખાય માત, એવી હરખાય, 

થાય દર્શન તો દુઃખડા, પલમાં રે જાય.


Rate this content
Log in