પ્રેમ કરું છું
પ્રેમ કરું છું
ચાંદ જેમ ચાંદનીને પ્રેમ કરે છે,
તેવો જ પ્રેમ હું તમને કરું છું.
ચાતક પક્ષી જેમ વર્ષાના એક બુંદની વાટ જુએ છે,
તેવી જ રીતે હું તમારી હરરોજ વાટ જોઉં છું.
ખળખળ વહેતી નદી,
જેમ સાગરમાંસમાઈ જાય છે,
તેવી જ રીતે હું
તમારામાં સમાઈ ગઈ છું.

