ભૂલી માર્ગ કાના
ભૂલી માર્ગ કાના
ભૂલી માર્ગે કાના ગોતું હું તારો સથવારો,
જગતનાં વેણ ને કાના આંચલે સમાવ્યા,
નથી કોઈ પવિત્ર સ્થાનક અમૃત વરસાવું,
જગના દ્વારમાં નારીનાં અપમાનજનક થયાં,
વલખે છે પ્રેમને પામવા અલગ રહી તડપે,
પોતાના સાથ દેનારા કાના પારકાં થઈ લડે,
જગનાં જૂઠાં વેણ મોતીનો વરસાદ થાય,
ગીતા ભૂલી કુવચનો સાંભળવા ભેગા થાય,
કળિયુગના વાયરા વાય માણસાઈ વિખેરાય,
ઈશની રચેલી દુનિયામાં પથ્થરમાં ગોતાય.

