STORYMIRROR

Patel Padmaxi

Romance

4  

Patel Padmaxi

Romance

બંધાણી

બંધાણી

1 min
269

એક સૂર્ય, ચંદ્ર ને તું,

કહે, બીજું જોઈએ શું?

બંને એ તો ગગનવિહારી,

ને આ હૈયામાં વિહારે તું.


સૂર્ય સંગ કિરણ હંમેશ,

ચંદ્ર સંગાથે ચાંદની,

તો પ્રેમીહૃદય સંગાથે,

કાયમ જે હોય તે તું.


એક દિવસે ઘૂમતો,

બીજાનું રાત્રિએ ભ્રમણ,

જે રોમેરોમમાં ફરતો કાયમ,

તે માત્ર ને માત્ર તું.


એક અગનગોળો દઝાડે,

ને બીજો શીતળતા પ્રસરાવે,

જેનો પ્રેમ શ્વાસ બની ચાલતો,

એ શ્વાસદોર છે તું.


એક પ્રેમી ચાહે અનહદ તેમ,

આ ચાહતના પહરેગીર,

સૂર્ય, ચંદ્રના સથવારે પ્રેમ આજે,

ને જન્મોજનમ ઉરમાં તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance