STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

કોઈ

કોઈ

1 min
436

એક લીલુંછમ પાંદડું વસંતમાં ખરી ગયું,

સાત જન્મોના વચન તોડી કોઈ આંખે આંસુ ભરી ગયું,


ભરી આંખોમાં સપનાઓના ભંડાર,

ધીરેથી કોઈ જિંદગીમાંથી સરી ગયું,


દઈ પળ બે પળની ખુશી,

પૂરા જીવન માટે કોઈ ખાલીપો ભરી ગયું,


ચીતરી રંગ બેરંગી ભાત જીવનમાં,

ફરી જીવન રંગહીન કરી ગયા,


સાત સૂરોની સરગમ બનીને આવ્યા હતા એ,

જીવનની બેસુરી તરજ એ કરી ગયા,


ઝાકળનું આપી સ્વરૂપ એ તો સૂરજ બની ગયા,

હોઠ પર ફરિયાદનો સૂર એ ધરી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy